તા. ૧ જુલાઈ, ૨૦૨૬ના રોજ શ્રી વેલજીભાઈ નરશીભાઈ બોરડ મહિલા બી.સી.એ. કોલેજ ખાતે પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીનીઓના સ્વાગત તથા ઓરિએન્ટેશન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમનો પ્રારંભ તિલક વિધિથી કરવામાં આવ્યો હતો. ત્યારબાદ વિદ્યાર્થીનીઓને કોલેજની શૈક્ષણિક વ્યવસ્થા, નિયમો, વિવિધ પ્રવૃત્તિઓ તેમજ ઉપલબ્ધ સુવિધાઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું. કોલેજના અધ્યાપકશ્રીઓ અને કર્મચારીગણનો પરિચય કરાવવામાં આવ્યો તેમજ વરિષ્ઠ વિદ્યાર્થીનીઓએ પોતાના અનુભવો રજૂ કરીને નવી વિદ્યાર્થીનીઓને પ્રેરણાદાયી માર્ગદર્શન પૂરું પાડ્યું.
આ કાર્યક્રમમાં વહિવટી અધિકારીશ્રી ગજેરા સાહેબ, શાળા વિભાગના શિક્ષણ નિયામકશ્રી છોડવડિયા સાહેબ તથા પાઘડાર સાહેબ, તેમજ કોલેજ વિભાગના નિયામકશ્રી હીરાપરા સાહેબ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે પોતાના આશીર્વચન અને પ્રેરણાદાયી ઉદ્બોધન દ્વારા વિદ્યાર્થીનીઓને ઉચ્ચ શિક્ષણ, સંસ્કાર અને જીવનમૂલ્યો સાથે ઉજ્જવળ કારકિર્દી ઘડવા પ્રોત્સાહિત કર્યા.
કાર્યક્રમ દરમિયાન નવી વિદ્યાર્થીનીઓને સ્વાગત કાર્ડ અર્પણ કરીને તેમનું હાર્દિક સ્વાગત કરવામાં આવ્યું. કાર્યક્રમના સમાપન પ્રસંગે દરેક વિદ્યાર્થીનીએ પોતાના દીર્ઘકાલીન જીવનલક્ષ્ય (Long-Term Goal) હેન્ડમેડ "Wish Tree" પર અંકિત કરીને પોતાના સપનાઓ અને સંકલ્પોને અભિવ્યક્ત કર્યા. આ વિશ ટ્રી વિદ્યાર્થીનીઓને તેમના લક્ષ્યો પ્રત્યે સતત પ્રેરિત કરતું સ્મૃતિચિહ્ન બની રહેશે.
સમગ્ર કાર્યક્રમ સફળતાપૂર્વક અને ઉષ્માભર્યા વાતાવરણમાં સંપન્ન થયો.
- Get link
- X
- Other Apps


Comments